રાજ્યમાં કર્મચારી સંગઠનો દ્વારા નમો કે નામ રક્તદાન કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં કર્મચારી સંગઠનો દ્વારા નમો કે નામ રક્તદાન કાર્યક્રમ
પીએમ મોદીના જન્મ દિવસને લઈ રક્તદાન કેમ્પનું આયોજન
ગાંધીનગરના જૂના સચિવાલય ખાતેથી ડ્રાઇવનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરમાં એક દિવસીય ‘નમો કે નામ’ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના જૂના સચિવાલય ખાતેથી આ ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરમાં એક દિવસીય ‘નમો કે નામ’ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં કુલ 1.28 લાખથી વધુ કર્મચારીઓએ રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેના માટે એક ખાસ ‘નમો કે નામ’ નામની એપ બનાવવામાં આવી હતી, જેના દ્વારા કર્મચારીઓ સરળતાથી રજીસ્ટ્રેશન કરી શક્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ એપની કામગીરીનું નિરીક્ષણ કરીને તેની પ્રશંસા કરી હતી. આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો. આ પહેલ તાજેતરમાં જ સફળ થયેલ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાના પગલે વધુ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. આ કાર્યક્રમ થકી, ગુજરાતના કર્મચારીઓએ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી અને સામાજિક રીતે ઉપયોગી ઉજવણી કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *