ભાવનગરમાં પણ મુસ્લિમ વિદ્યાર્થીનો આતંક
નયન હત્યાકાંડ બાદ વધુ એક મુસ્લિમ વિદ્યાર્થીનું કારસ્તાન
ભાવનગરમાં ફાતિમા કન્વેન્ટ પબ્લિક સ્કૂલની ઘટના
મુસ્લિમ વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને છરી મારવાનો કર્યો પ્રયાસ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી રોષ ફેલાયો છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી બીજી સૂચના ન આપે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. સ્કૂલ સ્ટાફ, શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટના હજી લોકમાનસ પર તાજી છે ત્યાં ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી બતાવી હોવાનો મામલો સામે આવ્યો છે.
ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને છરી બતાવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતા ઘોઘારોડ પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે છરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. પોલીસ મથકમાં વિદ્યાર્થીની પુછપરછ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘારોડ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતાં. છરી બતાવનાર વિદ્યાર્થીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ હાથ ધરાઈ હતી. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો છે.આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડર ઘૂસી ગયો છે. આ ઘટના બાદ અમદાવાદના વાલીઓએ કહ્યું હતું કે, તમામ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ એક થાય તે જરૂરી છે. નયન નામના વિદ્યાર્થીને ન્યાય મળે તેવી અમારી પ્રાથમિકતા છે. આ ઘટના કોઈપણ સમાજના વિદ્યાર્થી સાથે બની શકતી હતી. હવે બાળકો શાળામાં પણ અસુરક્ષિત છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
