ભાભરમાં સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને ટકોર
લગ્નમાં લાખોનો ખર્ચ બંધ કરો અને બાળકોના ભણતરમાં લગાવો
આવનારી પેઢીને મજબૂત બનાવીએ, દેખાડા બંધ કરીએ
ભર તાલુકાના લુણસિલ ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારા માટે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજને હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે,લગ્ન પ્રસંગોમાં થતા અનાવશ્યક ખર્ચને ઘટાડીને તે પૈસા આવનારી પેઢીના શિક્ષણમાં ખર્ચવામાં આવે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોરસમાજના સામાજિક સુધારા માટે મહત્વનું નિવેદન આપ્યું છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના લુણસિલ ગામે ઠાકોર સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનોએ સમાજ સુધારણા માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ત્યારે આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠોકોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. ગેનીબેન ઠાકોરએ ઠાકોર સમાજના લગ્ન ખર્ચના સુધારા માટે મળેલ બેઠકમાં સમાજને વિનંતી કરી છે તેમણે આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શિક્ષણ તરફ આગળ વધવા વિનંતી કરી છે. લગ્નમા ખર્ચો ઘટાડી શિક્ષણમાં ખર્ચ કરવા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. વધી રહેલી મોંઘવારી સામે લગ્ન ના ખોટા ખર્ચ ઓછા કરવા ગેનીબેન ઠાકોરે વિનંતી કરી છે. આ સાથે ગેનીબેન ઠાકોરે બંધારણનો ભંગ નહી થાય તે માટે પણ નિવેદન આપ્યું છે.
વધતી જતી મોંઘવારીમાં લગ્નના ખોટા ખર્ચ કરવાથી સમાજનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે ત્યારે આ પૈસા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરીએ તો સમાજ આગળ વધશે એમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું.તેમણે સ્પષ્ટ કર્યું કે આ બંધારણ નથી કે જે ભાજપ કે કોંગ્રેસના આગેવાનો બનાવતા હોય, પરંતુ આ સમાજનું પોતાનું બંધારણ છે જે સાંસદથી લઈને ગામના સભ્ય સુધી બધા મળીને ઘડી રહ્યા છે. આ બંધારણનો ભંગ કોઈ કરે તે નહીં ચલાવી લેવાય, એવી સખ્ત ચિમકી પણ તેમણે આપી હતી. ટૂંક સમયમાં ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળનું વિશાળ મહાસંમેલન યોજાશે, જેમાં લગ્ન ખર્ચની મર્યાદા તથા કુરિવાજો દૂર કરવા સંદર્ભે ઐતિહાસિક નિર્ણયો લેવાશે. આ પહેલથી ઠાકોર સમાજમાં સામાજિક જાગૃતિનો નવો દોર શરૂ થયો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
