જૂનાગઢમાં હાલાકી મુદ્દે ધારાસભ્ય અને ખેડૂતો આમને સામને
ખેડૂતોએ વીડિયો બનાવી ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરૂદ્ધ વાત કરી
ખેડૂતોએ ધારાસભ્ય ફોન નહી ઉપાડતા હોવાની ફરિયાદ કરી હતી
જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ‘ફોન કોલ’ અને ‘સળી’ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે. ક
કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને પૂરતો પ્રતિસાદ મળતો નથી. આ મામલે જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્યએ આપેલા નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી. આ અંગે તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ સળી કરવા વાળા હોય તેમાં હું ગંભીરતા રાખું છું અને તેવા ફોન ઉપાડતો પણ નથી.
માણાવદર મતવિસ્તારના અન્ય એક ખેડૂત આગેવાને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બોલું છું, જે નેતાઓને મગજમાં ઘમંડ આવી ગયા છે. જે સામાન્ય માણસ અને ખેડૂતોના પૈસે જે લીલાલેર કરે છે અને મોટા મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરે છે તેવા લોકોને હું કહું છું કે જેદી ખેડૂતોના મગજ જશે ત્યારે નામ નિશાન નહીં હોય, પહેરવા ચડી નહીં રહે યાદ રાખજો. આ ખેડૂતો નબળા છે તેવું ન માનતા. ખેડૂતો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને તદ્દન ખોટી વાતો કરે છે. વંથલીથી માણાવદરનો રોડ બાર વર્ષથી બન્યો નથી, ત્યારે આનાથી મોટી સળી કઈ હોઈ શકે. ઉપરાંત, વંથલી માણાવદરમાં જે ટીકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે ત્યાં એક પણ સીસીટીવી કેમેરા નથી અને ખેડૂતોની મગફળી પણ વધુ પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવે છે.
જોકે, ધારાસભ્યના આ નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. વંથલી તાલુકાના બંટીયા ગામના ખેડૂત પ્રકાશ જલુ એ ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઈ સળી તો તમે પહેલા કરી છે. વર્તમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી ખેડૂતોને મોટેપાયે નુકસાની થઈ છે, ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે અને રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. ત્યારે લોકો ધારાસભ્યને ફોન કરે તો તેને એવું કેમ લાગે છે કે તેને સળી કરવા માટે ફોન કરે છે ?….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
