માંડવી : સેવા પખવાડિયા અંતર્ગત કાર્ય શાળા યોજાય.

Featured Video Play Icon
Spread the love

માંડવી : સેવા પખવાડિયા અંતર્ગત કાર્ય શાળા યોજાય.
પીએમ મોદીના જન્મદિન નિમિત્તે કાર્ય શાળા યોજાય
કાર્યક્રમમાં હોદેદારો,કોર્પોરેટરો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા

માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ હાઉસ ખાતે 17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્ય શાળા યોજાય.

માંડવીના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળા સુરત જિલ્લા ભાજપ મંત્રી તથા કાર્યશાળાના વક્તા ડો. આશિષ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નિમેષ શાહે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. કાર્ય શાળાના વક્તા ડોક્ટર આશિષ ઉપાધ્યાય જણાવ્યું હતું કે ,આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિન હોય જે અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સુરત જિલ્લા તથા તાલુકા નગર કક્ષાના યોજાનાર કાર્યક્રમો નીવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ તાલુકા તથા નગરમાં બુથ લેવલ સુધી સેવાકીય કાર્યો થાય જે અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ અનિલ ચૌધરી, સુરત જિલ્લા ઉપપ્રમુખ રેમા ચૌધરી, મહામંત્રીઓ છના ચૌધરી,શાલીન શાહ ,વિજય પટેલ, પાલિકા પ્રમુખ નિમેષ શાહ, દિનેશ પટેલ, તાલુકા નગર સંગઠનના હોદ્દેદારો સંયોજકો તાલુકા પંચાયતના સદસ્યો, કોર્પોરેટરો તથા અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *