માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય.

Featured Video Play Icon
Spread the love

માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય.
મતગણતરી શાંતિપૂર્ણ સંપન્ન.
2 સ્ત્રી બેઠકો બિન હરીફ થઈ

માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય. થયો છે, અને 2 સ્ત્રી બેઠકો બિન હરીફ થતા સુધાબેન ગામીત અને ભાવનાબેન પટેલની જીત થઇ છે, માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મત ગણતરી બેંકના સભાખંડમાં આજરોજ રાખેલ હતી જે સવારે 8:00 થી 6.00 કલાક સુધી ગણતરી ચાલી હતી.

ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની યોજાયેલ સામાન્ય ચૂંટણી માટે આજરોજ મત ગણતરી કરાઈ હતી માંડવી નાગરિક સહકારી બેંક માંડવી અને અરેઠ વિસ્તાર માટે કામધેનુ સમાન બેંક છે જેમાં સામાન્ય બેઠક માટે 18 ફોર્મ ભરેલા હતા જેમાં 15 સભાસદો ચૂંટવાના હતા જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવાર દિવાના નિશાન પર ચુંટણી લડેલા હતા જે પૈકી આનંદ કુમાર શાહ, આશિષકુમાર ધીમ્મર આશિષ પટેલ, કનૈયાલાલ પંચાલ, ચંદ્રકાંત ભગત વાલા, જતીનકુમાર શાહ, જયેન્દ્રસિંહ સોંડચિયા, પ્રતિક રબારી, વર્ષેશશાહ ,વિજય ચંદ્ર પાઠક, સચિન શર્મા સંજયભાઈ પાઠક, સંજીવ કુમાર શાહ, સ્નેહલભાઈ મોઢેરા હાર્દિક શાહ સહિત તમામ ઉમેદવારો જંગી બ હુમતીથી વિજય થયેલ છે,

એસટી,એસસી માટે બે ફોર્મ ભરેલા હતા જેમાં જીગ્નેશભાઈ ઠાકોરભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો છે. તમામ વિજેતા થાઈ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી આશુતોષભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમે ફરજ બજાવી હતી. વિજય થતા સહકાર પેનલ દ્વારા માંડવી નગરમાં રેલી કરવામાં આવી હતી. આ રેલીમાં ગુજરાત પ્રદેશના મન કી બાતના સહ ઇન્ચાર્જ જગદીશ પારેખ, સુરત જિલ્લા મંત્રી આશિષ ઉપાધ્યાય, મઢી સુગરના ડિરેક્ટર નટુ રબારી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ મહામંત્રી વિજય પટેલ, શાલીન શાહ, સહકાર પેનલના ઇન્ચાર્જ એવા ધર્મેન્દ્રસિંહ મહિડા તમામ વિજેતા થયેલા ડિરેક્ટરશ્રીઓ તથા નગરજનો જોડાયા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *