માંડવી અરેઠ કરંજ જીઆઇડીસીમાં ધમકી આપી ખંડણી

Featured Video Play Icon
Spread the love

માંડવી અરેઠ કરંજ જીઆઇડીસીમાં ધમકી આપી ખંડણી
મનીષ શેઠે 20 હજારની ખંડણી માંગી
5 હજાર રોકડા અને 5 હજાર ગુગલ પે ઉપર કરાતાં ભાડો ફુટ્યો.

માંડવી તાલુકાનાં કરંજ ગામે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં ધમકી આપી ખંડણી માગતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતાં માંડવી – અરેઠ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરેઠનાં કરંજ ગામે જીઆઇડીસીમાં સિકયુરીટી હેડ તરીકે ફરજ બજાવતા અઝહરૂદ્દીન નિઝીમુદ્દીનનાંઓને મનિષ શેઠને જણાવેલ કે તમારી ગોપી કિશન પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતાં માણસોને બોનસ નહીં આપો તો હું તમારી કંપનીમાં હડતાલ પડાવી દઈશ મારી પાસે બહુ કાયદાઓ છે. હું તમારી કંપનીને આંટીમાં લઈ લઈશ એવી ધમકી આપી 20 હજાર ખંડણી પેટે માંગણી કરતાં ફરિયાદીએ તેમના શેઠ મનોજ અગ્રવાલને વાત કરતાં એમણે જણાવી ત્યારબાદ તમને 5000 રુપિયા રોકડા આપ્યા હતા અને 5000 ગુગલ-પે કર્યા હતાં. ત્યારબાદ બાકી રહેલ 10,000 રુપિયા માટે અવારનવાર મોબાઇલ ફોન તથા રૂબરૂ આવી પૈસાની માંગણી કરતાં અને ફરી ધમકીઓ આપતાં હતાં આખરે મનિષ શેઠ વિરુધ્ધ ખંડણીનૉ કેસ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે, કે આ અરેઠનો મનીષ શેઠ ઉપર અનેક ખંડણી સહિતના અન્ય ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાની લોકો ચર્ચા ચાલી રહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *