નિઝર પોલીસની મોટી સફળતા
ખેતરોમાંથી મોટર અને કેબલ ચોરતી ગેંગના ૩ સાગરીતો ઝડપાયા
તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાંથી સિંચાઈ માટેની મોટર અને કેબલ ચોરીના વધતા બનાવોને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. નિઝર પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી મોટર અને કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ૩ રીઢા તસ્કરોની ધરપકડ કરી છે.
ગઈ તા. 20 થી 21 જાન્યુઆરી દરમિયાન મોજે કોઠલી અને અંતુર્લી ગામની સીમમાં તાપી નદીના કિનારે ખેતરોમાં રાખેલી કુ5 પાણીની મોટરમાંથી તાંબાના વાયર અને આશરે 680 મીટર ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હતી. જેની કુલ કિંમત અંદાજે 43,600 થતી હતી. આ ગુનો નોંધાયો હતો. નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકા ગામ તરફથી ત્રણ ઈસમો પ્લાસ્ટિકની બેગમાં ચોરીનો મુદ્દામાલ લઈને નંદુરબાર તરફ વેચવા જઈ રહ્યા છે. પોલીસે વાંકા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આ ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ અંતુર્લી ગામની સીમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપીઓમાં ૧. લક્ષ્મણભાઈ હથરથભાઈ ભીલ ૨. ગણેશભાઈ ભગુભાઈ પાડવી ૩. આકાશભાઈ રાજુભાઈ નરભંવર પાસેથી પોલીસે કુલ 24,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૧૫ કિલો તાંબાના વાયર, ૧ નંગ પાણીની મોટર અને 100 મીટર કેબલ છે,…
