સુરત : પોલીસ તહેવારો સમયે દારૂની બંદીને દુર કરવા મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરત : પોલીસ તહેવારો સમયે દારૂની બંદીને દુર કરવા મેદાને
ભેસ્તાન પોલીસે બીયરના ટીન સાથે બેને ઝડપી પાડી
પોલીસે પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની ભેસ્તાન પોલીસે વિદેશી દારૂ તથા બીયરના ટીન સાથે બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ તહેવારો સમયે દારૂની બંદીને દુર કરવા મેદાને છે ત્યારે સુરતની ભેસ્તાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભેસ્તાન સોમેશ્વર સોસાયટી પાછળ ખુલ્લી જગ્યામાંથી બે આરોપીઓ ભેસ્તાન સંગમ સોસાયટીમાં રહેતા દિપક કૈલાશ પાટીલ અને ટીના વશરામ ભરવાડને ઝડપી પાડી તેઓ પાસેથી 2 લાખ 59 હજારથી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો દારૂનો જથ્થો આપનાર યુનુસ ઉર્ફે ટેણી નામનો બુટલેગર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *