સુરતની લિંબાયત પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
વર્ષ 2007 થી ધાડ અને લુંટના ગુનામાં નાસતો ફરતો હતો આરોપી
નાના ઉર્ફે નાનસિંગ સકરીયા વસુનિયાને મધ્યપ્રદેશના ઝાંબુઆથી ઝડપ્યો
સુરતની લિંબાયત પોલીસે વર્ષ 2007 થી ધાડ અને લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઈ અને મદદનીશશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અહેકો અનિરૂદ્ધસિંહ અને વિક્રમભાઈએ વર્ષ 2007 થી એટલે કે 19 વર્ષથી લિંબાયત પોલીસ મથકમાં ધાડ અને લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા નાના ઉર્ફે નાનસિંગ સકરીયા વસુનિયાને મધ્યપ્રદેશના ઝાંબુઆ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
