ભાવનગરના સરદારનગરમાં મોડી રાત્રે સગીરાની છેડતી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના સરદારનગરમાં મોડી રાત્રે સગીરાની છેડતી
સગીરાની છેડતી બાદ તોફાન ગાડીઓમાં તોડફોડ

ભાવનગરના સરદારનગરમાં મોડી રાત્રે સગીરાની છેડતી બાદ તોફાન ગાડીઓમાં તોડફોડ થતા પોલીસના કાફલાએ બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણ લેવા કવાયત હાથધરી

ભાવનગરમાં રાત્રિના 2 ને 50 કલાકે મળી રહેલ એહવાલો મુજબ ભાવનગર શહેરના સરદાર નગર વિસ્તારમાં કોઈ યુવતીની છેડતી બાબતે માથાકૂટ થતાં વાહનોમાં તોડફોડ અને એક સ્કૂટરમાં આગ લગાડવાની ઘટના બની હતી, બનાવના પગલે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યોહતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો હાથધર્યા હતા. મળતી મહિતી મુજબ જે વાહનને આગ લગાડવામાં આવી છે અને તોડફોડ કરવામાં આવી છે તે બાઈકને વ્યક્તિઓ થપાટો મારી રહ્યા હોય તેવો વિડીયો રિલીઝ થયો છે અને પોલીસે વાહનોમાંથી ઉતરી હાથમાં લાઠી લઈ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં મહત્વપૂર્ણ બાબતએ છે કે આટલું મોટું ટોળું રાત્રિના સમયે આવ્યું ક્યાંથી ? સમગ્ર મામલે પોલીસે એક યુવાનને અને તેની સાથે રહેલી એક વૃદ્ધાને પોલીસની ગાડીમાં બેસાડી રક્ષણ આપ્યું હતું અને તેને પોલીસ મથકે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. સમગ્ર મામલે એવી પણ ચર્ચા છે કે ફરિયાદ દાખલ થયા બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *