તાપી જિલ્લામાં ચોરો સામે કડક કાર્યવાહી કરતી કુકરમુંડા પોલીસ
નરેશ ઠાકરે તથા પિન્ટુ મોરેના ઘરમાં ઘુસ્યા ચોર
લોકો જાગ્યા અને ચોરો ભાગ્યા
તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.25/10/2025 ના રોજ રાત્રે બે વાગ્યાના ગાળામાં કુકરમુંડા તાલુકાના સગદવાળ ગામના નવા પ્લોટ ફળિયામાં રહેતા નરેશ ઠાકરે તથા પિન્ટુ મોરેના રહેઠાણ ઘરમાં ચોરીના ઇરાદે ચોરો ઘરમાં ઘૂસ્યા હતા એવું આભાસ થતા બૂમાબૂમ થઈ હતી તે દરમિયાન આસપાસના લોકો જાગ્યા હતા એ જોઈ ચોરો ભાગ્યા હતા
કુકરમુંડા પોલીસ સ્ટેશન હદમાં સગદવાળ ગામના નવા પ્લોટ ફળિયામાં ચોરીના ઇરાદે ચોરો ઘરમાં ઘૂસ્યા અને ગ્રામજનોએ બુમાબુમ કરતા ભાગ્યા હતા તે દરમિયાન ચોરી કરવા આવેલ વિલાસ શાંતિલાલ પાડવી રહેવાસી તલોદા તાલુકાના મોડગામનાને પકડી પાડવામાં આવ્યો હતો જયારે અને બીજા ઇસમો ભાગી ગયા હતા ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં બીજા ચોરો સુનિલ સરસિંહ નાઇક અને વિકાસભાઈ સંજયભાઈ પાડવી તથા દિલીપભાઈ આત્મારામભાઈ નાઈક ની કુકરમુંડા પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી અને આરોપી પાસેથી 5 મોબાઈલ ફોન અને 2 —ટુવ્હીલર કબ્જે કરવામાં આવેલ હતું આમ ટોટલ 118500 રૂપિયા નું મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
