જૂનાગઢમાં ફિલ્મીઢબે યુવાનનું અપહરણ.
સીએ મિલન ચૌહાણનું કરાયું અપહરણ
યુવાનને મારી નાખવાની ધમકી આપી રૂપિયા 60 લાખ માગ્યા
જુનાગઢમાં યુવાનનું ફિલ્મીઢબે અપહરણ કરવામાં આવ્યું હતુ અને જામનગર પાસેથી અપહૃત યુવાન મળી આવ્યો હતો, યુવાનને મારી નાખવાની ધમકી આપી રૂપિયા 60 લાખ માગ્યા.
જુનાગઢમાં યુવાનનું ફિલ્મીઢબે અપહરણ કરવામાં આવ્યું હતુ, અપહરણકર્તાઓએ રૂપિયા 60 લાખની ખંડણી માગી હતી અને ઓફિસેથી ઘર પરત ફરતી વખતે જ અપહરણ કરવામાં આવ્યું હતુ અને CAનો વ્યવસાય કરતા યુવાનનું કર્યું હતું અપહરણ કરવામાં આવ્યું હતુ, લોનના જુના મનદુઃખમાં અપહરણ કરવામાં આવ્યુ હતુ અને રાત્રે ફોન ઉપર કરી ખંડણીની માંગણી કરી હતી.
ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને જે લોકોએ અપહરણ કર્યુ છે તેમની સામે ગુનો નોંધ્યો છે, અપહરણ કરનાર લોકોને હજી પોલીસે ઝડપી પાડયા નથી, તો પરિજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં આ અપહરણ કરવામાં આવ્યુ છે. અપહરણ કરનાર લોકોએ પરિજનોને ફોન કરી રૂપિયા માંગ્યા હતા.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
