જસદણ નાયબ કલેક્ટરનો તઘલખી નિર્ણય.
શ્રાવણ માસમાં ઘેલા સોમનાથ મંદિરમાં શિક્ષકોને કામગીરી સોંપી.
48 શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરે હાજર રહેવા આદેશ કરાયો.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તઘલખી નિર્ણયને લઇ પ્રહાર કર્યા
જસદણ પ્રાંત અધિકારીને તઘલખી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકોને વીઆઇપીની સેવાની કામગીરીનો પરિપત્ર રદ્દ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો
જસદણના નાયબ કલેકટરે જાહેર કરેલા પરિપત્રને રદ્દ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIP ના ભોજનની જવાબદારી સોંપી હતી. હવે જસદણ પ્રાંત અધિકારીને તઘલખી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકોને VIP સેવાની કામગીરીનો પરિપત્ર રદ્દ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોને વધુ કામગીરીનો બોજ આપતો પરિપત્ર તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો હતો. શિક્ષકોને મેળામાં VIP ભોજનની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જસદણ નાયબ કલેક્ટરના તઘલખી નિર્ણયને લઇ પ્રહાર કર્યા છે
નોંધનીય છે કે જસદણના નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપતો પરિપત્ર જાહેર કર્યો હતો. તિર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં VVIP અને ભક્તો ઉમટી પડે છે. આ દરમિયાન લોકમેળો, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત મંદિર ખાતે ભંડારા સહિતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જસદણના 30 શિક્ષક અને તાલુકા શિક્ષણાધિકારીને દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી સોંપાઈ હતી. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન 30 શિક્ષકને સ્થળ પર હાજર રહેવા હુકમ કરાયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
