મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા.
ડિસ્કો દાંડિયા ક્લાસના વિરોધમાં પાટીદારો મેદાને.
વ્યાજખોરી બાદ ડિસ્કો દાંડીયા ક્લાસીસ સામે વિરોધ.
દાંડીયા ક્લાસના વિરોધમાં તમામ સમાજના નેતાઓ એક મંચ પર
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે. પાટીદાર અગ્રણી મનોજ પનારાની આગેવાની હેઠળ રાત્રે 8:30 વાગ્યે રવાપર ચોકડી ખાતે એક ‘પાટીદાર જનક્રાંતિ સભા’નુંઆયોજન કરવામાં આવ્યું હતું
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસની આડમાં ‘પાટીદાર જનક્રાંતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને ‘ડિસ્કો દાંડિયા’ કલ્ચર અને ગરબા ક્લાસિસના દૂષણનો વિરોધ કરશે. આ સભાનો મુખ્ય હેતુ સમાજમાં સામાજિક જાગૃતિ લાવવાનો અને દીકરીઓને આવા તત્વોથી બચાવવાનો છે. આ સભામાં મનોજ પનારા, અલ્પેશ કથીરિયા અને ગીતા પટેલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહીને ગરબા ક્લાસિસને કારણે વધેલા ‘ડિસ્કો દાંડિયા’ કલ્ચર અને અસામાજિક તત્વોના ત્રાસનો વિરોધ કરશે. આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવાનો અને પરંપરાગત ગરબાની ગરિમા જાળવવાનો છે.
રાત્રે 8:30 વાગ્યે મોરબીની રવાપર ચોકડી ખાતે યોજાયેલી આ સભામાં પાટીદાર સમાજના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા. મનોજ પનારાએ આ સભાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે આ આયોજન સમાજમાં જનજાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “ડિસ્કો દાંડિયા કલ્ચરે પરંપરાની ઘોર ખોદી નાખી છે” અને આવા કલ્ચરનો વિરોધ કરવો જરૂરી છે. આ સભા દ્વારા પાટીદાર સમાજ પરંપરાગત ગરબાની પવિત્રતા જાળવી રાખવા અને સમાજની દીકરીઓને અસામાજિક તત્વોના શિકાર બનતા બચાવવા માટે એક મજબૂત અવાજ ઉઠાવશે. આ આંદોલન આગામી સમયમાં ગરબા ક્લાસિસના સંચાલન અને નીતિઓમાં મોટા ફેરફારો લાવી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
