આંગઢીયા પેઢીઓને ટાર્ગેટ કરતી આંતરરાજ્ય ઠગ ગેંગનો પર્દાફાશ
ક્રાઈમબ્રાંચે ગેંગનો પર્દાફાશ કર્યો
આંગઢીયા પેઢીઓના ખોટા નામથી પૈસા ટ્રાન્સફર કરાવી પરત જમા નહી કરાવતી ગેંગના બેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
સુરતમાં વધી રહેલા ઠગાઈના બનાવો વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંગઢીયા પેઢીઓને ખોટા નામથી પૈસા ટ્રાન્સફર કરાવીને પરત જમા નહી કરાવતી આંતર રાજ્ય ગેંગના પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓ અમીતકુમાર શંકરલાલ ખત્રી તથા અનિલકુમાર ચમનલાલ મથરાણી મહેશ્વરીને ઝડપી પાડ્યા હતાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 9.30 લાખ તથા મોબાઈલ કાર સહિત 12 લાખ 81 હજારથી વધુની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
