સુરતમાં રખડતા શ્વાનનો વધી રહેલા આતંક
બેગમપુરા ચેવલી શેરીના રહિશો પોલીસ મથકે પહોચીયા
રખડતા શ્વાનના આતંકથી છુટકારો અપાવવા માંગ કરી
સુરતમાં રખડતા શ્વાનના વધી રહેલા આતંક વચ્ચે બેગમપુરા ચેવલી શેરીના રહિશોએ પોલીસ મથકે પહોંચી રખડતા શ્વાનના આતંકથી છુટકારો અપાવવા માંગ કરી હતી.
સુરત બેગમપુરાની ચેવલી શેરીના રહીશોએ મહિધરપુરા પોલીસ મથકે પહોંચી શેરીમાં રખડતા શ્વાનના કારણે થતી હેરાનગતી અંગે રજુઆત કરી હતી. તો સુરત મનપાની ટીમ કામગીરી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીના એક વ્યક્તિ રખડતા શ્વાનોને પાળે છે અને આ શ્વાનો સોસાયટીના લોકોને કરડે છે. બાળકો અને મહિલાઓ તથા સોસાયટીમાંથી પસાર થતા લોકો ઉપર શ્વાન હુમલા કરે છે જેને લઈ મહિધરપુરા પોલીસ મથકમાં રહીશોએ રખડતા શ્વાન વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તો સાથે એસએમસી સોસાયટીના રહીશોની વાત સાંભળે અને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.
