સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અકસ્માતની ઘટના
સાયણ જીઆઈડીસીમાં લિફ્ટ પડતા બેના મોત
લિફ્ટમાં રહેલા બે કામદારોને ગંભીર ઈજાઓ
સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સાયણ જીઆઈડીસીમાં લિફ્ટ પડતા બેના મોત નિપજ્યુ હતું.
સુરતમાં ફરી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ઓલપાડના સાયણ જીઆઈડીસી ખાતે લિફ્ટ તુટી પડતા બેના મોત નિપજ્યુ હતું. એક કંપનીમાં કામદારો લિફ્ટમાં માલ ચઢાવી રહ્યા હતા તે સમયે લિફ્ટ તુટી પડી હતી જેને લઈ લિફ્ટમાં રહેલા બે કામદારોને ગંભીર ઈજાઓ થતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો બનાવની જાણ થતા ઓલપાડ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
