સુરત મનપાના ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેનનું આકસ્મિક ચેકીંગ
ચેરમેન સોમનાથ મરાઠેનું બીઆરટીએસ અને સીટી બસોમાં ચેકિંગ
કંડકટર પાસે આઈડી કાર્ડ તથા પુરાવા ન હોવાને લઈ સ્પેન્ડ કર્યો
સુરત મનપાના ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા બીઆરટીએસ અને સીટી બસોમાં આકસ્મિક ચેકિંગ કર્યુ હતું.
સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ બીઆરટીએસ અને સીટી બસમાં સપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અને મુસાફરો પાસેની ટિકિટ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે બસ કડડક્ટર અને ડ્રાઈઈવર પાસે આઈકાર્ડ ચેક કર્યા હતાં. જેમાં એક કંડકટર પાસે યુનિફોર્મ ન હોવાને લઇ નોટિસ આપી હતી. તો અન્ય કંડકટર પાસે આઈડી કાર્ડ તથા અન્ય પુરાવા ન હોવાને લઈ 7 દિવસ સસ્પેન્ડ કર્યો હતો. જ્યારે એક ટિકિટ ચેકરને પણ બેદરકારી બદલ 7 દિવસ સસ્પેન્ડ કર્યો હતો.
