સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ પર વધતી અકસ્માતની ઘટના

Featured Video Play Icon
Spread the love

સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ પર વધતી અકસ્માતની ઘટના
નદીમાંથી ગ્રાવલ લાવીને મશીન દ્વારા ઝીણી રેતી બનાવવામાં
રસ્તા ઉપર ગ્રાવલ ઢોળાતા અકસ્માતની ઘટનાઓમાં વધારો

સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ પર જતા બાજુમાં સાઈ ટાઉન શિપ સોસાયટી આવેલી છે જેમાં વારંવાર રોડ ઉપર અકસ્માત થાય છે હાલમાંજ થોડા સમય પહેલા એક મોટર સાયકલ પરથી ગાડી સ્લીપ થતા અક્સ્માત સર્જાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

વાત કઈ એમ છે કે સોનગઢ થી રેલવે સ્ટેશન જતા રોડ પર રેતી બનાવાનું કારખાનું આવેલું છે ત્યારે એ રેતી કારખાનું નદીમાંથી ગ્રાવલ લાવીને મશીન દ્વારા ઝીણી રેતી બનાવવામાં આવે છે, એ માટે એજ રોડ પરથી ભારે વાહનો નદી પરથી ગ્રવાલ કાળીને કારખાને સ્ટોક કરે છે અને ત્યાર બાદ એનું મશીન વડે ઝીણી રેતી બનાવામાં આવે છે તે દરમિયાન ગાડીઓમાં ગ્રાવલ લાવતા વખતે રોડ પર પડે છે જેથી આવતા જતા સોસાયટીના લોકો જેમાં વિધાર્થી વર્ગ અને મહિલા વર્ગ સાથેજ માણસો જે સોસાયટી માં રહે છે તેવો એજ રસ્તાનો ઉપયોગ કરે છે. સોસાયટી પાસે આવવા જવા માત્ર એક જ રોડ છે જે પણ હવે અક્સ્માતનું કારણ બની ગયો છે તો હવે વિચારવા જેવી બાબત છે ગ્રાવલ લાવે છે નદી પરથી તો શું ગ્રાવલ લાવવાની રોયલ્ટી નીકળે છે કે કેમ ? અને હજારો ટન ગ્રવાલ સ્ટોક કરી શકે કે કેમ અને શું એની મજૂરી લીધી છે ? કે પછી એમ કહી શકાય કે મજૂરી આપનાર જ માથા પણ જોડાયેલા છે .કોઈ કાર્યવાહી નહિ થતા આશંકા એટલે જાય કે આટલા મોટા પાયે સ્ટોક હોય અને સ્ટોક પણ કોઈ કાર્યવાહી જ નહી થાય ત્યારે આવા બેફામ બનેલા તત્વોના છેડા ઉપર સુધી અડેલા છે એ સાબિત થાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભૂસ્તર વિભાગના વડા કાર્યવાહી કરશે કે કેમ ? અને આ પ્લાન્ટના માલિક ઇમરાન મલેક છે એમ લોકો મુખે ચર્ચા છે ત્યારે શું આગળ ભૂસ્તર વિભાગના વડા શેખ કારવાહી કરશે કે પછી એમની સાથે ઇમરાન મલેકના જ છેડા અડેલા છે ? સોસાયટીના રહીશોના લોક મુખે ચર્ચા થઇ રહી છે કે આ પ્લાન્ટના માલિક સાથે ભૂસ્તર વિભાગના સેટિંગ ચાલે છે કે શું ? હવે જોવાનું રહ્યું કે સોસાયટી રહીશોની ફરિયાદના આધારે કાર્યવાહી થાઈ છે કે નહિ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *