સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવ્યો
સસ્તું સોનું બતાવી લોકોને ફસાવતો ઠગ ઝડપાયો!
વિશ્વાસમાં લઈ લૂંટ કરનાર ઠગને ગોડાદરા પોલીસે પકડી પાડ્યો”
લોકોને સસ્તામાં સોનાની લાલચ આપી પ્રથમ સોનાના સાચા મણકા બતાવી વિશ્વાસમાં લઈ પીળી ધાતુના પિત્તળના મણકાની ખોટી માળાઓ આપી ઠગાઈ આચરનાર ઠગને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ગોડાદરા પોલીસ મથકની હદમાં લોકોને સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ સોનાના સાચા મણકા બતાવી વિશ્વાસ કેળવી બાદમાં પીળી ધાતુના પિત્તળના મણકાની ખોટી ખોટી માળાઓ આપી દઈ રોકડા રૂપિયા મેળવી લઈ ઠગાઈ આચરતી ટોળકીના એક ઠગ એવા સોનુ દેવજી ડાભીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા સાથે ઝડપી પાડી ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
