સુરતમાં સી.આર પાટીલે જી રામ જી યોજનાની માહિતી આપી
15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ
મનરેગા યોજના થકી જી-રામ-જી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવી
સુરતમાં સી.આર. પાટીલના નેતૃત્વમાં જી રામ જી યોજના અંગે પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતુ, જેમાં જી રામજી યોજનાની માહિતી અપાઈ હતી.
સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં વિકસિત ભારત જી-રામ-જી યોજનાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલે કરી જી-રામ-જી યોજનાની જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતુ કે વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ છે. વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યાં છે. મનરેગા યોજના થકી જી-રામ-જી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવી છે. તો નરેગા બાદમાં મનરેગા અને હવે જી-રામ-જી યોજના નામ આપવામાં આવ્યું છે.
