સુરતમાં ફરી એક લાંચીયો અધિકારી ઝડપાયો
મોટા વરાછામાં 2500 રૂપિયાની લાંચ લેતો રેવન્યુ તલાટી ઝડપાયો.
અબ્રામા મામલતદારની કચેરીમાં લાંચિયો રેવન્યુ તલાટી એસીબીના હાથે ઝડપાયો.
સુરતના અબ્રામા ખાતે આવેલ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી વર્ગ ત્રમ 2500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરતમાં ફરી એક લાંચીયો અધિકારી ઝડપાયો છે. સુરતના અબ્રામા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી વર્ગ 3 તરીકે ફરજ બજાવતા હિતેષ અંબાલાલ દેસાઈએ ફરિયાદીને પાક વાવેતરનો દાખલો આપવા માટે ત્રણ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં 2500ની લાંચ લેતા રેવન્યુ તલાટી વર્ગ ત્રણ હિતેષ અંબાલાલ દેસાઈ આબાદ ઝડપાઈ ગયા હતા જેને લઈ લાંચીયા અધિકારીઓમાં ફફડાય વ્યાપી ગયો હતો.
