જૂનાગઢમાં પતિ પત્નીના ઝઘડામાં પોલીસ ધંધે લાગી
શિક્ષિકા પત્ની સાથે ઝઘડો થતાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કર્યો
ચોકડી નજીક આવેલ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી ઘટના
જૂનાગઢમાં એક શાળામાં જ્વલનશીલ પદાર્થ હોવાનો ફોન અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. જે કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિક્ષિકાના પતિએ પત્ની સાથે બદલો લેવા મહારાષ્ટ્રથી આવો ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની મળતી વિગતો અનુસાર જૂનાગઢની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નામની શાળામાં બેનામી ફોન આવ્યો હતો, આ ફોનમાં શખ્સે જણાવ્યું હતું કે શાળાની શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને શાળામાં આવી છે. શાળાના બાળકોને આ શિક્ષિકાથી જીવનું જોખમ છે. આ ફેક કોલ બાદ પોલીસ ડોગ સ્ક્વોડ સાથે શાળા પર પહોંચી હતી. જે દરમિયાન ચેકિંગ કરતા કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પોલીસ દ્વારા આ ફોન કરનારની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ફોન કરનાર શખ્સ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાનો પતિ છે. આ પતિ-પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. જે કારણે શિક્ષિકાના પતિએ પત્ની સાથે બદલો લેવા મહારાષ્ટ્રથી આવો ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં એક શાળામાં જ્વલનશીલ પદાર્થ હોવાનો ફોન અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. જે કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ફોન બાદ પોલીસ અને ડોગ સ્ક્વોડ શાળામાં પહોંચી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ નહી જણાતા શાળા સ્ટાફ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
