ભાવનગર શહેરમાં ફરી સામજિક તત્વો બન્યા બેફામ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં ફરી સામજિક તત્વો બન્યા બેફામ
શહેરના કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર છરીથી હુમલો

ભાવનગર શહેરમાં ફરી સામજિક તત્વો બન્યા બેફામની ઘટના સામે આવી છે, શહેરના કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે, બે અજાણ્યા શખ્સોએ રૂપિયાની માંગ કરી અને યુવક પર છરીથી હુમલો કરી બે પાકીટ અને મોબાઇલની લૂંટ કરી થયા ફરાર

ભાવનગર શહેરમાં બે અજાણ્યા શખ્સોએ રૂપિયાની માંગ કરી અને યુવક પર છરીથી હુમલો કરી બે પાકીટ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થવાની ઘટના બની છ , ઇજાગ્રસ્ત યાદવ મંદીપસિંહ દિલીપસિંહ અને તેના પત્ની દિશાબેન અશોકભાઈ ડાભી હોટેલમાં જમી ઘરે પરત જતા હતા તે વેળાએ બે અજાણ્યા શખ્સો એક્ટિવા સ્કૂટર પર આવ્યા હતા અને છરી વડે હુમલો કરી મોબાઈલ અને પર્સ ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા ત્યારે ઇજાગ્રસ્ત મનદીપસિંહને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ઘટનાને વિગતે જોઇએ તો…શહેરમાં હવે નથી રહ્યો પોલીસનો ડર, લુખ્ખાઓ દિવસેને દિવસે બની રહ્યા છે બેફામ, શહેરમાં કાયદો અંશ વ્યવસ્થા કથળી રહી છે ત્યારે ફરી શહેરમાં લૂંટ સાથે છરી વડે હુમલો કર્યા ની ઘટના સામે આવી, ભાવનગર શહેરના ઇસ્કોન થી કાળીયાબીડ તરફ જાવા ના રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ મનદીપસિંહ યાદવ પર છરી વડે હુમલો કર્યો અને પૈસા, બે પાકીટ અને તેનો મોબાઈલ ફોન લૂંટી કરી હતી. મનદીપસિંહ યાદવ તેની મંગેતર સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે કાળા પોશાક પહેરેલા અને મોઢા પર રૂમાલ બાંધેલા બે માણસો આવ્યા. તેઓએ મનદીપસિંહ યાદવને છરી બતાવી પૈસા માંગણી કરી અને જ્યારે તેણે પૈસા આપવામાં મોડું કર્યું, ત્યારે ઝપાઝપી થઈ યુવકની પત્નીએ વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ લૂંટારાઓએ છરી બતાવી, તેનું પાકીટ અને મોબાઈલ ફોન છીનવી લીધો અને ભાગી ગયા. લૂંટમાં આશરે 8,000 થી 10,000 રૂપિયાનો વધારો થયો. યુવક લૂંટારાઓને ઓળખી શક્યો નહીં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *