સુરતમાં સરકારી જમીન પર ઉભા થયેલા ગેરકાયદે ઝીંગા તળાવો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સરકારી જમીન પર ઉભા થયેલા ગેરકાયદે ઝીંગા તળાવો
ઝીંગા તળાવો દુર કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયુ
તાપી નદી અને સમુદ્ર દેવતાના મિલનની પવિત્ર જગ્યાએ ઝીંગા તળાવો

સુરત કલેકટરને મજુરા અને ચોર્યાસી તાલુકામાં સરકારી જમીન પર ઉભા થયેલા ગેરકાયદે ઝીંગા તળાવો દુર કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયુ હતું.

સુરત શહેરના મજુરા-ચોર્યાસી તાલુકામાં કડિયા બેડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણ અને તેના દૂર કરવા તેમજ તે અંગેના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના પાલનમાં બેદારકરી દાખવનાર જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની સાથે સુરત કલેકટરને આવેદન પત્ર અપાયુ હતું. અને જણાવાયુ હતું કે સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે. સુરત શહેરના ઓલપાડ મજુરા-ચોર્યાસી તાલુકામાં તેમજ તાપી નદી અને સમુદ્ર દેવતાના મિલનની પવિત્ર જગ્યાએ આવેલ કડિયા બેડ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવાયા છે તે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિરૂદ્ધ છે સહિતની રજુઆત આવેદન પત્રમાં કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *