શું તમે વાસી ખોરાક વારંવાર ગરમ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જરૂરી

Featured Video Play Icon
Spread the love

શું તમે વાસી ખોરાક વારંવાર ગરમ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જરૂરી

આજની લાઈફસ્ટાઇલમાં દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે. સવારથી સાંજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકો ભોજન પણ ઉતાવળમાં જમે છે. ઘણા લોકો જંગ ફુડ વધારે ખાય છે તો ઘણા લોકો એકવારમાં વધારે ભોજન બનાવી પછી તેને ગરમ કરીને ઉપયોગમાં લઈ લે છે. આ આદત શરીરને ધીરે ધીરે નુકસાન કરે છે. જંક ફૂડ ખાવાથી ટેસ્ટ મળી જાય છે પરંતુ આવો આહાર શરીર અને મનને બેચેન કરે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ભોજન માત્ર પેટ ભરવાની વસ્તુ નથી તે શરીર મન અને બુદ્ધિનો પણ આહાર હોય છે તેથી ભોજન સમજી વિચારીને કરવું જોઈએ.

તાજા ભોજનના ફાયદા  આયુર્વેદ અનુસાર તાજું બનેલું ભોજન સાત્વિક હોય છે. ભોજન બન્યા પછી થોડા કલાકની અંદર તેને ખાઈ લેવું જોઈએ. કારણ કે તેમાં પ્રાણ શક્તિ એટલે કે જીવન ઊર્જા હોય છે. ભોજન બને તેને આઠ કલાક થઈ જાય તો તે ભોજનમાં રાજસિક ગુણ આવી જાય છે. આઠ કલાકથી વધારે વાસી ભોજન તામસીક બની જાય છે. એટલે કે વાસી ખોરાક શરીરમાં શરીરમાં ભારેપણું અને મગજને થાક કરાવનાર સાબિત થાય છે. શું કહે છે વિજ્ઞાન?  વાત કરીએ વૈજ્ઞાનિક કારણની તો વિજ્ઞાન પણ કન્ફર્મ કરે છે કે જે લોકો તાજુ ઘરે બનાવેલું ભોજન વધારે કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવા લોકો ઓછા બીમાર પડે છે અને તેઓ સ્થૂળતા, ડિપ્રેશન અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી દૂર રહે છે.  ભોજનને વારંવાર ગરમ કરવાથી થતા નુકસાન  વાસી ખોરાકને જે લોકો વારંવાર ગરમ કરીને ખાય છે અથવા તો લાંબા સમય સુધી ફ્રિજમાં રાખીને પછી ઉપયોગમાં લે છે તેમનું પાચન નબળું પડી જાય છે. શરીરમાં આવો આહાર ટોક્સિન બનાવે છે અને તેના કારણે મનમાં ચીડીયાપણું આવે છે.  ખાસ કરીને બાળકો અને યુવાનો પર આ પ્રકારની જીવનશૈલીની ખરાબ અસર પડે છે. બાળકો જો જંક ફૂડ અને વાસી ખોરાક વધારે ખાય તો તેઓ ઝડપથી થાકી જાય છે તેમનામાં ગુસ્સો અને ઉદાસી વધારે જોવા મળે છે અને તેઓ કોન્સન્ટ્રેટ કરવામાં પણ નબળા પડી જાય છે. તાજુ અને સાત્વિક ભોજન કરવાથી મેટાબોલિઝમ ઠીક રહે છે અને મેન્ટલ સ્ટેબિલિટી તેમજ બિહેવિયર સુધરે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને એ વાત પર ભાર આપે છે કે ભોજન સમય પર કરી લેવું અને તાજું ભોજન કરવું જોઈએ, તેનાથી શરીરને ફાયદો થાય છે અને મન પણ શાંત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *