સાબરડેરી સામેના વિરોધ વરચે પશુપાલકોની ઐતિહાસિક જીત
સબજેલમાં બંધ 42 પશુપાલકો થયા જેલ મુક્ત
આંદોલન બાદ પશુપાલકોની માગ સ્વીકારવામાં આવી
41 જેટલા પશુપાલકોના જામીન મંજૂર થતા જેલ મુક્ત કરાયા
સાબરકાંઠામાં સાબર ડેરીમાં પશુપાલકો દ્વારા થયેલા આંદોલનમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ બાદ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 74 લોકો ફરિયાદ કરાઈ છે. જેમાંથી 41 પશુપાલકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
સાબર ડેરી દ્વારા ભાવ ફેર મુદ્દે યોજાયેલી બેઠકમાં પ્રતિકિલો ફેટે પાંચ રૂપિયા વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તે છતાંય હજી પશુપાલકોનો વિરોધ યથાવત રહ્યો છે. સતત આઠમા દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધ નહોતુ ભરાવ્યું. જોકે હવે તેમની માંગ સ્વીકારી લેવામાં આવી છે અને 41 પશુપાલકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સાબર ડેરીમાં થયેલા ઘર્ષણ બાદ પશુપાલકોનો આઠના દિવસે પણ વિરોધ યથાવત રહ્યો છે. પોલીસની સુરક્ષા સાથે ડેરીમાં દૂધના ટેન્કરો આવી રહ્યાં છે. દૂધના ટેન્કરો ખેડબ્રહ્માથી સાબર ડેરી સુધી આવી રહ્યાં છે.15 થી વધુ ટેન્કરો પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યાં છે. હજી પણ ભાવ ફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે . જામીન મંજૂર થતાં સાબરકાંઠાના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે.
સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના પશુપાલકોએ ત્રણ માગણીઓની રજૂઆત કરી છે. ભાવ ફેર, પશુપાલકોની જેલ મુક્તિ, મૃતકને સહાય સહિત કમિટીને બરખાસ્ત કરવા અંગે હજી પણ વિરોધ ચાલી રહ્યો છે.પશુપાલકો સ્થાનિક મંડળીઓ થકી કમિટીને બરખાસ્ત કરવાનો ઠરાવ કરી રહ્યાં હતાં. પશુપાલકોનો આક્રોશ જોઈને નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમની માગો સ્વીકારાઈ હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
