સુરતના કામરેજમાં ગ્રામસભામાં ભારે હંગામો

Featured Video Play Icon
Spread the love

સુરતના કામરેજમાં ગ્રામસભામાં ભારે હંગામો
ગ્રામસભા યોજાવા અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી : ગ્રામજનો
ગ્રામજનોએ પૂર, રખડતા ઢોર અને સોસાયટીઓમાં પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી

સુરતના કામરેજમાં ગ્રામસભામાં ભારે હંગામો થયો હતો. આ હંગામાનું મુખ્ય કારણ એ હતું કે ગ્રામજનોનો આક્ષેપ હતો કે ગ્રામસભા યોજાવા અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી.

ગ્રામજનોએ સ્થાનિક સમસ્યાઓ જેવી કે ખાડીમાં આવતા પૂર, રખડતા ઢોર અને સોસાયટીઓમાં પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મુદ્દાઓ પર ગ્રામજનોએ સવાલોનો મારો ચલાવતા ગ્રામસભામાં હાજર રહેલા મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ અધૂરી સભા છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના બાદ, સ્થાનિક રહીશો દ્વારા ગ્રામસભા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ફરીથી એક નવી ગ્રામસભા બોલાવવાની અને તેમાં દરેક વિભાગના અધિકારીઓને હાજર રાખવાની પણ માંગ કરી છે, જેથી તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *