સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એલર્ટ

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એલર્ટ
હવામાન વિભાગે આગાહી કરતા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ
રસાદના કારણે 20 જેટલા કાચા રસ્તા બંધ થયા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ પર છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે 20 જેટલા કાચા રસ્તા બંધ થયા છે, જ્યારે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 3થી 5 જુલાઈ દરમિયાન રેડ એલર્ટ અને 6થી 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીને ધ્યાનમાં રાખીને સુરતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં કાર્યરત બન્યું છે. શહેર અને જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 20 જેટલા કાચા રસ્તાઓ પર અવરજવર બંધ કરવી પડી છે. જોકે લોકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વાહનવ્યવહાર માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાઓ અને પાણી ભરાતા સ્થળોથી દૂર રહેવા તેમજ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *