સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા હીટર
સિંહ અને વાઘના પાંજરામાં હીટર મુકવામાં આવ્યાં
શિયાળાની શરૂઆત થતા જ પ્રાણીઓને ઠંડીથી બચાવવા હીટર
સુરતના સરથાણા નેચર પાર્કમાં શિયાળાની શરૂઆત થતા જ પ્રાણીઓને ઠંડીથી બચાવવા હીટર મુકાયા છે.
સુરતમાં હાલ ઠંડીના ચમકારા શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના સરથાણા નેચર પાર્કમાં હીટર મુકાયા છે. રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા છે. ઠંડીના ચમકારાથી વન્યજીવનને પણ અસર થઈ રહી છે ત્યારે ઠંડી વધતા સુરતમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મુકવામાં આવ્યાં છે. તો અન્ય પ્રાણીઓ નજીક તાપણા કરવામાં આવી રહ્યા છે.
