સુરતમાં દશેરા પહેલા આરોગ્ય વિભાગની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દશેરા પહેલા આરોગ્ય વિભાગની કાર્યવાહી
શહેરમાં ફાફડા-જલેબીના વિક્રેતાઓના ત્યાં દરોડા
રિપોર્ટ નેગેટીવ આવશે તો કડક કાર્યવાહી કરાશે

સુરતમાં તહેવારો સમયે અખાદ્ય વસ્તુઓનુ વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ગુરૂવારે દશેરાના તહેવારે ફાફડા જલેબીનુ ધુમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

સુરતમાં તહેવારોને લઈ મહાનગર પાલિકાનો આર્ગોય વિભાગ હરકતમાં આવ્યો છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ગુરૂવારે દશેરા તહેવારને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કર્તાઓને ત્યાં દરોડા પડાયા હતાં. સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોગતાં હોઈ છે. દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે દેખી આરોગ્યની ટિમ દ્વારા ફાફડા અને જલેબી ના નમુના લેવાયા હતા. નમુના સીલ કરી લેબોરેટરીમાં મોકલાશે અને રિપોર્ટ નેગેટીવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *