સુરત : ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર

Featured Video Play Icon
Spread the love

સુરત : ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર
ટેનામેન્ટના રહિશોને મહિને સાત હજાર ભાડુ ચુકવવા નિર્ણય કરાયો
દર મહિને એક કરોડ રૂપિયા જેટલું 1213 મકાન માલિકને ચુકવામાં આવશે

સુરતના માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટના રહિશોને મહિને સાત હજાર ભાડુ ચુકવવા નિર્ણય કરાયો છે જેને લઈ ટેનામેન્ટના રહિશોમાં ખુશી જોવા મળી હતી.

સુરતના માન દરવાજા ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેનામેન્ટના રહીશોને એક મહિનાનું ભાડું 7000 હજાર આપવાનો નિર્યણ કરાયો છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ચેક વિતરણ કરાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. ટેનામેન્ટ જર્જરિત થતા તેને ખાલી કરાવી રહિશોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામા આવ્યું હતું. અને તમામને હવે નવા મકાન મળશે. તો સી.આર. પાટીલે કહ્યુ હતુ કે હું પણ આ ટેનામેન્ટમાં રહ્યો છું. દર મહિને એક કરોડ રૂપિયા જેટલું 1213 મકાન માલિકને ચુકવામાં આવશે. નવું મકાન 100 વર્ષ સુધી ચાલે તેવું બનાવામાં આવશે. તેની જાળવણી રાખવા સીઆર પાટીલે સૂચન કર્યુ હતું. અને જ્યાં રહેતા હતા ત્યાંજ નવા મકાન આપવામાં આવશે. બિલ્ડર અનિલ રુંગટા દ્વારા મકાન બનાવામાં આવશે અને બિલ્ડર દ્વારા ભાડું ચુકવામાં આવશે. જેના મકાન છે તેને જ મળશે જેના નામ પર હશે તેને જ મળશે. કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કેહજો તેમ પણ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *