6 ડિસેમ્બરના રોજ હિન્દુ યુવાનોને ત્રિશુલ દિક્ષા આપવાનો ભવ્ય કાર્યક્રમ
વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
11000 હજાર યુવાનો ત્રિશુલ દિક્ષા ગ્રહણ કરી બજરંગદળામાં જોડશે
વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા 6 ડિસેમ્બરના રોજ હિન્દુ યુવાનોને ત્રિશુલ દિક્ષા આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગદળ સુરત મહાનગર દ્વારા ગીતાજયંતી શૌર્ય દિવસના ઉપલક્ષ્યમાં 6 ડીસેમ્બરના રોજ હિન્દૂ યુવાનો ને ત્રિશુલ દિક્ષા આપવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમા 11000 હજાર જેટલા યુવાનો ત્રિશુલ દિક્ષા ગ્રહણ કરીને બજરંગદળામાં જોડાશે. તથા દેશ, ધર્મ, સંસ્કૃતિની રક્ષાના સપથ લેશે આ કાર્યક્રમ સાથે એક શામ બલીદાની કારસેવકો કે નામ કાર્યક્રમનુ આયોજન પણ કરાનાર છે જેમા રાજસ્થાનના સુપ્રસિદ્ધ ક્રાંતિકારી ગાયક છોટુસિંહ રાવણા તેમજ બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નિરજજી દનૌરિયા પણ ઉપસ્થિત રહેશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
