માંડવી સુરત ગ્રામ્ય દ્વારા ગોગો સ્મોકિંગ કોન ઝડપ્યા.
રોલિંગ પેપરનો જથ્થો વેચાણ કરતાએ ઈસમને પકડી પાડ્યો
આરોપી ગુલાબસિંહ રામ કુપાલ સિંગ ચૌહાણની ધરપકડ
માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આજરોજ ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો વેચાણ કરતાએ ઈસમને પકડી પાડ્યો.
NO DRUGS IN GUJARAT” તથા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપરનો જથ્થો રાખી વેચાણ કરતા આજરોજ તારીખ 18 ડિસેમ્બરના રોજ એક ઇસમને મુદ્દ માલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે, હાલમાં રાજ્યમાં સગીર/યુવાનો દ્રારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઇટેનીયમ, ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરીયાણાની દુકાનો વિગેરે ઉપરથી મળી રહેતા હોય છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન,પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર તેમજ છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય, જેથી સુરત ગ્રામ્ય જિલ્લામાં ‘NO Drugs in Gujarat ‘તથા નશામુક્ત ગુજરાત અભિયાન સાર્થક બને તે માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા તથા બી.કે વનાર દ્વારા આવા નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ/સામગ્રીઓ જેવી કે, રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનોનુ વેચાણ કરતા દુકાનદારો, પાનના ગલ્લાઓને ચેકીંગ હાથધરી કાર્યવાહી કરવા સુચના કરેલ આજરોજ કરંજ ગામે આવેલ કરંજ ગામે આવેલ જય અંબે પાન સેન્ટર નામની દુકાનમાં પંચો સાથે ચેકિંગ દરમ્યાન BUNC SMOOTH AS FUNK સ્મોકીંગ કોન નંગ-55 રૂપિયા 825 તથા BUNC SMOOTH AS FUNK રોલીંગ પેપર નંગ-૫૦ કિમંત રૂપિયા 750 મળી કુલ્લે કિમંત રૂપિયા1575/- નો મુદ્દામાલ મળી આવતા ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના જાહેરનામા મુજબ એક આરોપી ગુલાબસિંહ રામ કુપાલ સિંગ ચૌહાણની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી, આ અંગે માંડવી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. …
