સુરતના વરાછા વિસ્તારમાં ગાંજો અને 800 જેટલા ગોગો પેપર
કરિયાણાની દુકાનમાં પોલીસે દરોડા પાડી જથ્થો કબ્જે કર્યો
માલિક નાનસિંહ લાલસિંહ પરમારની ધરપકડ કરી
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં પોલીસે દરોડા પાડી લાખોનો ગાંજો અને 800 જેટલા ગોગો પેપરનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસે લાખોનો ગાંજો અને ગોગો પેપર ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અર્ચના સ્કુલ પાસે આવેલ હરિધામ સોસાયટીમાં આવેલી કરિયાણાની દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અઢી કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તો દુકાનમાં પોલીસે વધુ તપાસ કરતા ગાંજો પિવા માટે વપરાતો ગોગો પેપરનો જથ્થો મળી આવતા પોલીસે દુકાન માલિક નાનસિંહ લાલસિંહ પરમારની ધરપકડ કરી 1.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
