સુરત : જેલમાંથી ફર્લો રજા મેળવી 3 વર્ષથી ભાગી છુટેલા કેદીની ધરપકડ
પત્નિને સળગાવી હત્યા કરવાના ગુનામાં મળી હતી આજીવન કેદની સજા
કેદીને ઉમરા સીટીલાઈટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2013માં પત્નિને સળગાવી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા મળ્યા બાદ જેલમાંથી ફર્લો રજા મેળવી ત્રણ વર્ષથી ભાગી છુટેલા કેદીને ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષ 2013માં નાનપુરા વિસ્તારમાં પત્નિને સળગાવી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા અને આજીવન કેદની સજા પામેલા મેહતાબ બેગ ઉર્ફે સાહીલ પ્લમ્બર અહેમદબેગ મિરઝા કે જે ત્રણ વર્ષ અગાઉ જેલમાં ફર્લો રજા મેળવી ભાગી છુટ્યો હતો તેને ઉમરા સીટીલાઈટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી
