સોનગઢ ખાતે યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ
300 થી વધુ દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો
આંખ, કાન, દાંત, સર્જીકલ વિભાગ, હાડકા, સ્ત્રી રોગના દર્દીઓ
ઘી મુસ્લિમ વેલ્ફ સોસાયટી બારડોલી સંચાલિત જમનાબા સાર્વજનિક હોસ્પિટલ આયોજિત સોનગઢ ખાતે યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં 300 થી વધુ દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો
જનસેવા એ જ પ્રભુ સેવાના શુભ આશયથી સોનગઢ ખાતે આવેલ માતૃશ્રી કોમ્પલેક્ષમાં યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બારડોલી ખાતે આવેલ અને સેવાભાવીમાં પોતાનું ખ્યાત નામ પામેલી અને પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને નાત જાતના ભેદભાવ વગર જમનાબા હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં બારડોલી અને સોનગઢના પ્રખ્યાત ડોક્ટરની ટીમ દ્વારા સેવા ભજવી હતી, આ કેમ્પમાં આંખ, કાન, દાંત, સર્જીકલ વિભાગ, હાડકા, સ્ત્રી રોગ જેવા વિવિધ દર્દીઓને તપાસી તેમને મફત દવાનું વિતરણ કરાયું હતું. અને ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા સેવાભાવી કામો અમે કરતા રહીશું જેમને પણ અમારી જરૂર પડશે ત્યારે ત્યારે અમે તેમના પડખે રહીશું તેઓ શુભ સંદેશો લોકોને આપ્યો હતો
