માંડવીમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
પીએમના જન્મદિન નિમિત્તે ફ્રી કેમ્પ યોજાયો
95 લાભાર્થીએ ફ્રી હેલ્થ ચેકઅપનો લાભ લીધો
માંડવીના ઝરપણ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શ્રી ગૌતમ પેટ્રોલિયમ પંપ દ્વારા ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજળીના અવસરે શ્રી ગૌતમ પેટ્રોલિયમ પંપ દ્વારા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ સુંદર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તપાસ જેવી કે આંખની તપાસ, સુગર, બ્લડપ્રેશર ની તપાસ કરવામાં આવી હતી. જેમાં આજુબાજુના ગામડાઓમાંથી આશરે 95 જેટલા લાભાર્થીએ આ ફ્રી હેલ્થ ચેકઅપ નો લાભ લીધો હતો. જેમાં વિશેષ અતિથિ તરીકે શ્રી ગૌરવ કૌશિક, ભારત પેટ્રોલિયમ ટેરેટરી મેનેજર હજીરા BPCL તથા શ્રી મનીષકુમાર, ભારત પેટ્રોલિયમ સેલ્સ મેનેજર, હજીરા BPCL, તથા હરિહર સ્ટોન ક્વોરી અરેઠ, તા.માંડવી. જિ.સુરત ના સહયોગ દ્વારા આ ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..
