સુરત સાયબર ક્રાઈમમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગના નામે છેતરપિંડી
લાખોની ઠગાઈ આચરનાર ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપી
રાજસ્થાન જયપુરના વિકાસકુમાર સદારામ ચુનારામ બિશ્નોઈને ઝડપ્યો
સુરત સાયબર ક્રાઈમની ટીમે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરવાથી સારો નફો થશે તેમ કહી લાખોની ઠગાઈ આચરનાર ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત સાયબર ક્રાઈમની ટીમે ઓનલાઈન ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગના નામે ઠગાઈ આચરનાર સાયબર ક્રાઈમ આચરતી ચાઈનીઝ ગેંગ સામે લાલ આંખ કરી છે. ત્યારે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગના નામે લોભામણી લાલચ આપી 21 લાખ 55 હજારથી વધુ ની છેતરપિંડી કરનાર સાયબર ગુનેગાર ટોળકી સાથે સંકળાયેલા રાજસ્થાનના જયપુરના વિકાસકુમાર સદારામ ચુનારામ બિશ્નોઈને સાયબર ક્રાઈમની ટીમે જયપુરથી ઝડપી પાડ્યો હતો.
