સુરતમાં દિવાળી પહેલા જ વિદેશી દારૂનો ખાત્મો
ઝોન-1 વિસ્તારમાંથી ₹1.46 કરોડનો દારૂનો જથ્થો નાશ કરાયો
ઝડપાયેલા 1.46 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયો
સુરત માં દારૂ પર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે ત્યારે ડીસીપી ઝોન વનમાં આવતા છ પોલીસ મથકમાં એક વર્ષ દરમ્યાન ઝડપાયેલા કરોડોના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
સુરત શહેર પોલીસ દ્વારા કરોડો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયો હતો. સુરત પોલીસના ઝોન વનમાં આવતા વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકામા, સારોલી અને પુણા પોલીસ મથકમાં એક વર્ષ દરમ્યાન ઝડપાયેલા 1.46 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયો હતો. તો નશાઆબકારી વિભઆગ, મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમયે હાજર રહ્યા હતાં. તો આ અંગે ડીસીપી આલોક કુમારએ માહિતી આપી હતી.
