લાજપોર જેલના નકલી જેલરને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદ પોલીસે સચીન પોલીસને આરોપીનો કબ્જો દીધો
સુરત લાજપોર જેલના જેલરના નામે ખંડણીના આરોપીની પત્નિને ફોન કરી 15 હજારની માંગણી કરનાર નકલી જેલરને અમદાવાદ પોલીસે ઝડપી પાડતા સુરતની સચીન પોલીસે આરોપીનો કબ્જો લીધો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપી રાજેશ ત્રિવેદીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી માત્ર કીપેડ મોબાઇલનો જ ઉપયોગ કરીને ફોન કરતો હતો. તો અમદાવાદ પોલીસે આરોપી રાજેશ ત્રિવેદીને પકડતા સુરતની સચીન પોલીસે અમદાવાદ ખાતે જઈ ત્યાંથી આરોપી રાજેશ ત્રિવેદીને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી
