સુરતમાં નકલીની બોલબાલા
શહેરમાં ફરી સેંકડો કિલો નકલી પનીર ઝડપાયુ
એલસીબીએ પંકજ રમણીક ભુતની ધરપકડ કરી
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે એલસીબી ઝોન વનની ટીમે પુણા પોલીસ મથક વિસ્તારમાંથી નકલી પનીરના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યોછે.
સુરતમાં વારંવાર નકલીની બોલબાલા જોવા મળે છે. ત્યારે અગાઉ નકલી પનીર સહિત પકડાયા બાદ ફરી સેંકડો કિલો નકલી પનીર ઝડપાયુ છે. નાયબ પોલીસ કમિશનર ઝોન વનની એલ.સી.બી. શાખા ની ટીમના અ.હે.કો. હરીસિંહ ભગવાન તથા અ.હે.કો. આનંદ રાજેન્દ્રની બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં આવેલ સીતાનગર ચોકડી પીર ફળીયાની સામે ક્રિષ્ના નગર સોસાયટી પાસે ના મકાનમાંથી શંકાસ્પદ 315 કલો ગ્રામ નગલી પનીરનો જથ્થો કબ્જે કરી ત્યાંથી આરોપી પંકજ રમણીક ભુતની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
