લિંબાયત વિસ્તારમાં પતિની હત્યાનો ખુલાસો,

Featured Video Play Icon
Spread the love

લિંબાયત વિસ્તારમાં પતિની હત્યાનો ખુલાસો,
હળદરવાળા દૂધમાં ઝેર અને બાદમાં ગળું દબાવી હત્યા, ફોરેન્સિક પીએમથી ભેદ ખુલ્યો
સારિરિક-માનસિક ત્રાસનો દાવો, લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતમાં પત્નીએ પતિની કાઢ્યું કાસળ કાઢી નાંખ્યુ છે. પ્રથમ દૂધમાં ઝેર ભોળવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતા છાતી પર ચઢી ગળું દબાવી હત્યા કરી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં નવા નગર ખાતે રહેતા અને મુંબઈ ખાતે ટાઈલ્સ લગાડવાનુ કામ કરતા હૈદરઅલી બાકર અલીનું મોત નિપજ્યુ હતું. જે અંગે તેના ભાઈએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. અને જણાવ્યુ હતું કે તેનો ભાઈ મહિનામાં એક વાર સુરત લીંબાયત ખાતે ઘરે આવતો હતો. પત્ની ઇશરત જહાં ને સારિરિક અને માનસિક ત્રાસ આપતો હતો. સુરત આવ્યા બાદ પત્નીએ કાસળ કાઢવા પ્લાન બનાવ્યો હતો. પહેલી જાન્યુઆરીએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો હતો છતાં મોત નહીં થતાં 4 તારીખે છાતીએ બેસી ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું હતું જો કે ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલથી વરદી મળતા પોલીસ એ પીએમ કરાવ્યું હતું. જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો. ડો તે દફનવિધિને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના ભાઈને શંકા જતા પોલીસને જાણ કરી હતી જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને પોલીસ પૂછપરછમાં પત્ની પડી ભાંગી હતી. પોતે હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યાની કબુલાત કરી હતી અને તેમ છતાં મોતના ન થતાં પાંચ જાન્યુઆરીએ છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી હતી. તો પત્નિએ એમ પણ કહ્યુ હતુ કે વારંવાર સારિરિક અને માનસિક ત્રાસ આપતા હત્યા કરી હતી. હાલ તો બનાવને લઈ લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *