સુરતમાં ડમ્પરે વધુ એકનો જીવ લીધો
પાલ ગૌરવપથ રોડ વિસ્તારમાં ડમ્પર બેફામ
ડમ્પર ચાલકે બેફામ રીતે હંકારતા કલીનર પટકાતા મોત નિપજ્યુ
સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે પાલ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે બેફામ રીતે હંકારતા કલીનર પટકાતા મોત નિપજ્યુ હતું.
સુરતમાં ઘણા સમયથી ભારે વાહનના ચાલકો અને તેમાં પણ ડમ્પરના ચાલકો લોકોની જીંદગી સાથે રમત રમે છે. ત્યારે સુરતના પાલ ગૌરવપથ રોડ વિસ્તારમાં બેફામ રીતે ડમ્પર ચાલકે ડમ્પર હંકારતા ક્લિનર પટકાયો હતો જેથી ક્લીનર ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈ ઘટના સ્થળે જ ક્લીનરનુ મોત નિપજ્યુ હતું. તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
