સુરતમાં ઉનાળાની ગરમી વચ્ચે મૂંગા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ
પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા વિતરણ
આશરે ૫૦૦ પાણીના કુંડા લોકોમાં વિતરણ કરવામાં આવ્યા
સુરતમાં ઉનાળાની ગરમી વચ્ચે મૂંગા પક્ષીઓ માટે માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ વારંવાર માનવતાભરી કામગીરી કરતી નજરે પડે છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઇન્ટ ખાતે પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગરમીના દિવસોમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આશરે ૫૦૦ પાણીના કુંડા લોકોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કુંડાનું વિતરણ કરી લોકોને પોતાના ઘરના છત અથવા આંગણામાં પક્ષીઓ માટે પાણી રાખવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ અને જીવદયા પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
