સુરત બીઆરટીએસ બસમાં ડાન્સ પાર્ટી?
સુરતની જાહેર વાહન વ્યવસ્થાની ઊડી મજાક
કિડ લોકલ નામની એક સંસ્થાએ ડીજે સાથે બસમાં પાર્ટી કરી
રીલ્સ અપલોડ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી
સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસમાં કિડ લોકલ નામની સંસ્થા દ્વારા ડીજે વગાડીને ડાન્સ તથા વિડીયો ગ્રાફી કરાઈ હોવાનો વિડિયો વાયરલથઈ રહ્યો છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ બસનો એક વિડીયો વાયરલ થયો છે. સુરત શહેરના રોડ પર દોડતી બીઆરટીએસ બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાની બીઆરટીએસ બસની અંદર ડી.જે. વગાડીને ડાન્સ તથા વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ વીડિયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. પાલિકાના સિટી લિન્ક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ કૃત્ય કાયદેસર નથી અને કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
