દાહોદની શાળાએ એલસી કાઢવાના રૂપિયા લીધાના આક્ષેપ.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ.
આવું કરનાર શાળાને છોડવામાં નહીં આવે
દાહોદ જીલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. લીમખેડામાં આવેલ એક ખાનગી શાળામાં વિધાર્થી પાસેથી એલસી કાઢવાના માટે પાંચ હજાર રૂપિયા લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દોહાદના લીમખેડામાં આવેલ શાળામાં વિદ્યાર્થી પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા જે રૂપિયા દાહોદના સાંસદ જશવંત સિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત કે.જે.ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થી પાસે લેવામાં આવ્યા છે. સાથે જ ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીને 5 હજાર લીધાની રસીદ કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વગર આપવામાં આવી છે. જોકે રસીદ બાબતે તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે આ રસીદ શાળા તરફથી ખોટી રીતે અપાઈ છે. રસીદમાં લખેલ તમામ બાબતોના ઉલ્લેખ થવો જોઈએ. સાંસદ સંચાલિત સંસ્થાની શાળામાં આદિવાસી વિધાર્થીઓ પાસેથી બેફામ રીતે પૈસા લેવાતા હોવાના આક્ષેપ પણ વિધાર્થીના વાલી દ્વારા કરવામાં આવ્યા હતા. એલસી કઢાવવા માટે પાંચ હજાર રૂપિયા કોઈપણ સરકારી કે ખાનગી શાળા લઈ શકે નહીં. ત્યારે સાંસદની સંસ્થાની શાળા આ રીતે પૈસા ઉઘરાવે છે. જેને પગલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે આવું કરનાર શાળાને છોડવામાં નહીં આવે: ઉલ્લેખનીય છે કે, વિધાર્થીના વાલી દ્વારા તમામ ઘટનાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટ પણે જોવાય છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા પણ થયેલી વાતચીતનો વીડિયો પણ
વાયરલ થયો છે. શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીના વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે અમારે આ પૈસા સંસ્થાને આપવા પડે છે માટે અમે પૈસા લઈએ છીએ. વધુમાં આ મામલે ઘટનાની જાણ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા તેમણે જણાવ્યું કે આ શાળા હાલ ગ્રાન્ટેડ નથી. કોઈપણ ખાનગી નોન ગ્રાન્ટેડ શાળા એફઆરસીના નિયમો મુજબ જ ફી લઈ શકે છે. સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ કયા પગલાં લેશે તે જોવાનું રહે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
