સુરતમાં ગુનેગારો બેફામ બન્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગુનેગારો બેફામ બન્યા
ડિંડોલી પોલીસ મથકની બહાર જ છુટાહાથની મારામારી
બનાવને લઈ પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ ડિંડોલી પોલીસ મથકની બહાર જ ગુનેગારએ સરાજાહેર છુટાહાથની મારામારી કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે, પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત કે બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે નવાઈની વાત એ છે કે, આ મારામારી પોલીસ સ્ટેશનના પટાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી, જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. બનાવને લઈ પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *