વરાછામાં અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી
એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે સર્જાય ઘટના
ક્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછામાં અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી હતી.
સુરતમાં વાંરવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વરાછા અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી હતી. દિવાળી બા ઈન્ડસ્ટ્રીઝમાં દિવાલ ધરાશાઈ થતા ક્રેન નીચે પડી હતી. જો કે એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ રોડની બાજુમાં બાંધકામ માટે ઉંડો ખાડો ખોદાયો હતો. અને ક્રેન નીચે પડતા ડ્રાઈવ નીચે કુદી જતા જાનહાની ટળી હતી.
